"ના એ મારા દિલમાં વસે છે, કે નથી કરતી હું પ્રેમ એને;
છતાંય નથી રહેવાતું દૂર અને સતત ઝંખે છે દિલ જેને.
આમ તો હોય છે એ સતત જોડે તોય દિલ વધુ સમય માંગે છે;
કોઈ સંબંધ વગર પણ ખબર નહી કેમ એ મને મારો લાગે છે.
મંજિલ ની ખબર નથી પણ તોય એના પ્રેમમાં બનવું છે 'મુસાફર';
દિલની ભાષા જાણતી નથી પણ હા એ જ છે મારી છેલ્લી સફર."