કુંડળીમાં હશે શુક્ર બળવાન તો ક્યારેય પૈસાની નહી આવે ખોટ, સમૃદ્ધિ પગમાં આળોટે
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સ્ત્રી-શ્રૃંગાર કામ અને વૈભવ વિલાસનો કારક ગણાવે છે. મોજશોખની લકઝરી વસ્તુઓ માટે આ ગ્રહ હેઠળ આવી જાય છે. શુક્ર રસિકતા, પ્રેમ અને કળાનો (સંગીત, નાટય, ફિલ્મ) દ્યોતક ગ્રહ છે. શુક્ર પ્રધાન વ્યક્તિઓમાં આ બધુ જોવા મળે છે. નિર્બળ શુક્રવાળી વ્યક્તિઓમાં આ બધાનો અભાવ હોય છે અને જીવન નિરસ અને દુઃખી અને અગવડતાઓથી ભરેલું જોવા મળે છે
શુક્ર વૃષભ, તુલા રાશિમાં સ્વગૃહી બને છે તેથી બળવાન કહેવાય. મીન રાશિમાં તે ઉચ્ચનો બનતાં વધુ બળવાન બને છે. વળી મકરલગ્ન અને કુંભલગ્નની કુંડળીમાં શુક્ર યોગકારક બને છે અને તેથી કેન્દ્ર ત્રિકોણ પર આવતો શુક્ર સુખી સગવડતાવાળુ જીવન બક્ષે છે. શુક્ર પ્રધાન વ્યક્તિઓ શોખીન હોય છે. પ્રેમ કામ પ્રત્યે રસિક હોય છે. તેથી પ્રેમલગ્ન યા પ્રેમસંબંધ બાંધનારા જાતકોમાં શુક્ર મહત્વનો હોય છે. બળવાન હોય છે અને અનેક સંબંધો બાંધે છે.
શુક્ર-રાહુ યુતિ પ્રતિયુતિવાળા જાતકો પણ ચારિત્ર્યહીન બને છે અને અનેક સંબંધો બાંધનારા હોય છે. શુક્ર-શનિ યુતિ પ્રતિયુતિ પણ પ્રેમ કામના સૂચવે છે. અલબત્ત શુક્ર-શનિના સંબંધોવાળી વ્યક્તિ કલા-સંગીત યા ફિલ્મ લાઇન સાથે સંકળાયેલી જોવા મળે છે. શુક્ર સાથે અશુભ ગ્રહનો સંબંધ એક કરતાં વધુ પ્રેમ-લગ્નસંબંધો, ભૌતિક સાધન સંપત્તિનો અભાવ અને અગડતાવાળુ જીવન પ્રેમના ભયકૃત્ય વ્યવસાયનો સૂચવે છે.