#Very_Important_massage
સોશિયલ મીડિયામાં ઘણાં પ્રકારના છૂપા ક્રાઇમ થતાં હોય છે, કેટલીકવાર કોઈ બહેન દીકરી પણ આનો શિકાર થતી હોય છે, અને ત્યારે કેટલાક દુષણો સામે કંટાળી એ સોશિયલ મીડિયા છોડી દે છે તો ઘણાં પોતાનું જીવનપણ ટૂંકાવી દે છે. કારણ કે એમને ફરિયાદ કરવા માટે કોઈ રસ્તો નથી મળતો. જો એ બહેન દીકરી ખૂલીને સામે આવવા જાય છે તો પણ બદનામી પણ એની જ થાય છે, આપણાં સમાજની માન્યતા અને વિચારશક્તિ સાવ નિમ્ન કક્ષાની છે.
પરંતુ હવે કોઈએ ડરવાની જરૂર નથી, ના આવેલી તકલીફ સામે, હેરાનગતિ સામે ઝુકવાની જરૂર છે. નીચે એક લિંક આપી છે એને દરેકે વ્યક્તિએ પોતાના મોબાઈલમાં સેવ કરી લેવી અને ઓનલાઇન જ કોઈપણ તકલીફ સામે મૂંઝાયા વિના ફરિયાદ કરી દેવી.
આ મેસેજને જેમ બને તેમ બીજા વ્યક્તિ સુધી પહોંચતો કરો.. કોઈના જીવન સાથે જોડાયેલી આ બાબત છે. તમારી પહેલ દેશમાં અસામાજિક તત્વોને દૂર કરવાનું એક મુખ્ય કારણ બની જશે 🙏🙏
- નીરવ પટેલ "શ્યામ"
Visit National Cybercrime Reporting Portal (https://cybercrime.gov.in) of MHA for reporting of all types of cyber crime