Gujarati Quote in Blog by ઝાલા પ્રિયંકાબા... rana baa...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયારેક લોકો ધારણા ઓ બાંધી ને જીવતા હોય છે...તો
કયારેક કોઈ પણ વ્યકિત ને...સવાલ પુછયા વગર જ જવાબ બનાવી લેતા હોય છે...
અને કયારેક પોતાને જ દુઃખ પહોંચાડતા હોય છે..!!!
વિચારતા હોઇએ છીએ કે સમય સાથે જીંદગી બદલાઈ જશે..
પરંતુ કયારેક બદલાતા સમય સાથે આપણે જ બદલાઈ જતા હોઈએ છીએ..!!
એક સમયે જે મેળવવા ની ચાહત હોય....
સમય સાથે કે લોકોના બદલાતા વ્યવહાર સાથે એ પણ બદલાઈ જતી હોય છે...
કયારેક સચ્ચાઇ જાણવા છતાં પણ હૃદય સ્વીકારવા તૈયાર નથી હોતું..
તો કયારેક ખોટું સામે હોવા છતાં પણ હૃદય માનવા તૈયાર નથી હોતું..
સાંભળી લઈએ છીએ કયારેક કોઈક ની સો મનગણત વાતો...જયારે કયારેક એક વાત સાંભળવા પણ તૈયાર નથી હોતા..!!
ખબર જ નથી પડતી.. કયારે આપણે આટલા બદલાઈ જતા હોઈએ છીએ..
ખબર જ નથી પડતી.. કયારેક જેને ખુશ કરવાના પ્રયત્નો કરતાં હોઈએ છીએ એમને જ દુઃખ પહોંચાડતા હોઈએ છીએ..
કયારેક સમય અને સંજોગો માં ફસાઇ જતા હોઈએ છીએ તો કયારેક..સમજણના અભાવે જાતે જ અમુક ભુલો કરતા હોઈએ છીએ..!
કયારેક ના કહેવા નું કહી જતા હોઈએ છીએ તો કયારેક.. જરૂર હોય છતાં પણ ચુપ રહેતા હોઈએ છીએ..
કયારેક પોતે જ બદલાઈ જતા હોઈએ છીએ તો કયારેક લોકોને બદલવા મજબૂર કરી દેતા હોઈએ છીએ..!!
કયારેક એક નાનકડી વાત માં સબંધો વિખરાઈ જતા હોય છે..
તો..
કયારેક બદલી ગયેલા લોકો.. એક માફી થી.. જીવનમાં પાછા આવી જતા હોય છે...
કયારેક સબંધ એક માફી થી પહેલાં જેવો બની જતો હોય છે..!!!
પરંતુ આપણે..!!
આપણે કયારેય પહેલાં જેવાં નથી થઈ શકતાં..!!
...પ્રિયંકાબા ઝાલા..'Rana baa'

Gujarati Blog by ઝાલા પ્રિયંકાબા... rana baa... : 111343330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now