સંઘર્ષ. . .
એક નદી પર્વતોની સખત અને લાંબી મુસાફરી પછી ખીણમાં આવી હતી.
તેના બંને કિનારા પર, ગોળાકાર, લંબગોળ અને ઘણા નક્કર પથ્થરોનો ઢગલો હતો.
બે પથ્થરો વચ્ચે પરિચય વધતો જતો હતો. બંને એકબીજાના મનની વાત કહેવા-સાંભળવા લાગ્યા.
તેમાંથી એક ખુબ જ ગોળાકાર, સરળ અને આકર્ષક હતો, જયારે અન્ય પથ્થર કોઈ ચોક્ક્સ કદમાં નહતો.
એકવાર બેડોળ અને ખરબચડા પથ્થરે સરળ પથ્થરને પુછયુ. "આપણે બંને ઊંચા પર્વતો પરથી જ વહીને આવ્યા છીએ, તો પછી તું કેમ ગોળાકાર, લીસો અને આકર્ષક છો, જયારે હું નથી?"
આ સાંભળીને સરળ પથ્થર બોલ્યો, "શરૂઆતમાં હું તારા જેવો જ હતો.
પછી હું ઘણા વર્ષો સુધી વહેતો રહ્યો, વારંવાર તૂટતો રહ્યો અને ઘસાતો રહ્યો, અનેક
તોફાનોનો સામનો કરવો પડ્યો છે...
કેટલીવાર નદીના જોરદાર વહેણેએ મને ખડકો પર ફેંકી દીધો છે અને તેની ધારા થી મારા શરીરને કાપી નાક્યું છે...પછી મને આ સ્વરૂપ મળ્યું છે.
શું તું જાણે છે? મારી પાસે આ તકલીફોથી બચવાનો એક વિકલ્પ હતો કે હું આનાથી બચી જાઉં અને આરામથી કિનારા પર પડ્યો રહું.
પરંતુ શું આ આવી રીતે જીવવું એ પણ કઈ જીવન છે? ના, મારી નજરમાં તે મ્ર્ત્યુ કરતા પણ ખરાબ છે!
તું પણ તારા આ રૂપથી નિરાશ થઈશ નહિ...
તારે હજી પણ સંઘર્ષ કરવાનો છે અને જો તું આવી રીતે સંઘર્ષ કરતો રહીશ તો એક દિવસ તું મારા કરતા પણ ખુબ જ સુંદર, ગોળમટોળ અને સરસ બની જઈશ.
એવા રૂપ ને શું કામ સ્વીકારવું કે જે અનુરૂપ નથી...
તું આજે એ જ છે જે કાલે હું હતો અને કાલે તું એ જ હોઈશ જે આજે હું છું, અથવા એના કરતા પણ વધારે સરસ..!
એમ કહીને, સરળ પથ્થર એ પોતાની વાત પુરી કરી, અને આગળ વધ્યો.
સાર :-
સંઘર્ષમાં એટલી શક્તિ છે કે તે વ્યક્તિના જીવનને બદલી નાખે છે.
આજે તમે કેટલી પણ વિચિત્ર પરિસ્થિતિમાં છો, પરંતુ સંઘર્ષ છોડશો નહિ... તમારા પ્રયત્નો બંધ ન કરશો...
તમને ઘણી વખત લાગશે કે તમારા પ્રયત્નોનું કોઈ પરિણામ નથી મળતું, પરંતુ પ્રયાસ કરવાનું છોડશો નહિ.
તમે એવું કરશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ નથી જે તમને સફળ થવા માટે અટકાવશે.