“1 રૂપિયાની 3 પાણીપુરી” અને “3 રૂપિયાની 1 પાણીપુરી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“મેદાન પર આવીજા” અને “ઓનલાઈન આવીજા” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“હોટલમાં ખાવા ઝંખવું” અને “ઘરનું ખાવા ઝંખવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“ખાધુ પીધુ ને રાજ કર્યુ” અને “દુનિયાદારી સ્વીકારવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“બહેનની પારલે ચોકલેટ ચોરવી” અને “બહેન માટે સિલ્ક લાવવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે” અને “snooze બટન દબાવવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“તૂટેલી પેન્સિલ” અને “તૂટેલા દિલ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“જીંદગીભરના દોસ્ત” અને “કાંઇજ કાયમી નથી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“હું મોટો થવા માંગુ છું” અને “હું ફરીથી બાળક બનવા માંગુ છું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“ચાલો મળીને પ્લાન કરીએ” અને “ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
અને છેલ્લે ..
“મા બાપ આપણી ઇચ્છા પુરી કરે” અને “આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
" કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા... "
" ઉંમર સાથે વધતા વર્ષો... આપણી સાથે કળા કરી ગયા.."
" કોઈને લીફ્ટ મળી ગઈ...
ને કોઈ દાદરા ચડી ગયા,
કોઈએ સંઘર્ષ કર્યો, કોઈને સુખો સહેલાઈથી જડી ગયા.. "
દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા....
પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા..!
" સ્કૂલના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા..,
યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ થઈને ઠરી ગયા...."