ક્યાં બોલી શકી છે એ ક્યારેય,
અપલક નૈન બંદ પલક ને મૌન અશ્રુ.....
જો પલક ખુલી તો મંદ મંદ હાસ્ય સમજ્યા,
પણ એ ખુલી પલકોનુ મૌન હતુ ...
બંદ પલક ને નીંદ્રા સમજ્યા,
પણ બંદ પલકોમા તો તારા મૌન સ્વપ્ન રહે છે.....
એ પલકતો દર્દમા બંદ ને વાટમા ખુલી રહેતી,
પણ એ મૌન આંખોનો એક તારી પરનો વિશ્વાસ......
મૌન ની ગહરાઈ પણ એક તુજ સમજે,
પલકો તો હમેશાજ મૌન રેશે તારે કાજે.