Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Signs Of Wealth And Money In Palmistry

તમારા હાથમાં હશે આ 10 રેખાઓ તો તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો

સમુદ્રશાસ્ત્રમાં જણાવ્યું છે કે વ્યક્તિની હથેળીમાં કેટલીક રેખાઓને જોઈને તેમની આર્થિક સ્થિતિ વિશે જાણી શકાય છે. કેટલીક રેખાઓ એવી હોય છે જેને જોઈને એ સ્પષ્ટ કહી શકાય છે કે વ્યક્તિ કરોડપતિ થશે. તો ચાલો આજે અમે તમને હથેળીમાં એવી રેખાઓ વિશે જણાવીશું જે તમને કરોડપતિ બનાવી શકે છે...

- હથેળી ભારે હોય અને આંગળીઓનો આધાર પણ સરખો હોય સાથે જ ભાગ્ય રેખા એક કરતા વધુ હોય તો આ સંકેત છે કે તમારું ભાગ્ય ચારેય તરફથી તમને લાભ અપાવશે. આવી વ્યક્તિને અચાનક ધનલાભ મળે છે અને કરોડપતિ બની જાય છે.

- ભાગ્ય રેખા હથેળીમાં મોટી અને પાતળી થતી જાય. જીવન રેખા ગોળ અને શનિ પર્વત ઊંચું હોય તો વ્યક્તિ વ્યવસાયમાં ખૂબ ધન કમાઈ છે અને કરોડપતિ બને છે.

હથેળી ભારે હોય અને જીવન રેખાની સાથે-સાથે મંગળ રેખા ચાલી રહી હોય તો આ બ્રહ્માનો સંકેત છે કે તમે કરોડપતિ બનશો. આવી વ્યક્તિને પૈતૃક સંપત્તિથી મોટો લાભ મળે છે.

- હથેળીમાં ભાગ્ય રેખા જીવન રેખા કરતા દૂર હોય અને ચંદ્ર પર્વથી એક પાતળી રેખા નીકળી ભાગ્ય રેખાને મળે છે તો વ્યક્તિ વિદેશમાં જઈને ધનવાન બને છે.

- ભાગ્ય રેખા મણિબંધથી નીકળી સીધે શનિ પર્વત પર જાય અને સૂર્ય રેખા એક કરતા વધુ હોય સાથે જ સૂર્ય અને શનિની આંગળી સીધી હોય તો આ સંકેત છે કે તમે ખૂબ ધનવાન બનશો.

ચંદ્રથી એક રેખા નીકળીને ભાગ્ય રેખાને મળે અને ભાગ્ય રેખા પાતળી હોય અને સીધે શનિ પર્વત પર ખતમ થઈ રહી હોય તો આ તમારા માટે કરોડપતિ બનવાના યોગ છે.

- લગ્ન રેખા ગુરૂ પર્વત પર જાય. હાથમાં મોટી રેખાઓનું જાળ ન હોય અને મસ્તિષ્ક રેખા કાપેલી કે તૂટેલી ન હોય તો વ્યક્તિ મહિલાઓ અને સાસરીના સહયોગથી ધનવાન બને છે.

- હથેળીમાં આંગળીઓ સીધી હોય અને જીવન રેખા ગોળ હોય સાથે જ શુક્ર પર્વત પર તલનો નિશાન હોય તો વ્યક્તિ કરોડપતિ બને છે.

- ભાગ્ય રેખા, બુધ રેખા અને મસ્તિષ્કથી ત્રિકોણનો નિશાન બને તો વ્યક્તિ અમીર બને છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111343015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now