કોઈના આંસુ લૂછવાની મજા કંઈક ઔર છે,
બા ને ઓછું સંભળાય છે, પણ કેમછો પૂછવાની મજા કંઈક ઔર છે.
ભલે પડખા ફેરવી ને સુતા હોઇએ વ્યવસ્થિત ઝગડા પછી,
અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની મજા કંઈક ઔર છે.
હા ,વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો,
પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની મજા કંઈક ઔર છે.
બાકી ભલે ભડભાદર થઇ ફરતા હો આખા ગામમાં,
ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડુસકા સાથે રડવાની મજા કંઈક ઔર છે.
નહીં ગળે મળી શકો હવે કે નહીં એને વઢેલા શબ્દો પાછા લઇ શકો,
બસ ભીની આંખે બેનની રાખડીને ચૂમવાની મજા કંઈક ઔર છે.
કાયમ કંઈ ભેગો નથી રહેવાનો, એને પણ એની જવાબદારીઓ છે,
દોસ્ત જયારે પણ મળે, બે ગાળ દઈ દેવાની મજા કંઈક ઔર છે.
હા, દોસ્તોએ કાયમ મારા આંસુઓને ખભો ધર્યો છે,
આમ તો બધી અંગત વાતો છે પણ કહી દેવાની મજા કંઈક ઔર છે.,-: