એક સ્ત્રી અને તેનો પતિ એક સંદૂક સાથે ટ્રેન ના ડબ્બામા પ્રવેશ્યા. સ્ત્રી ટ્રેન ના ડબ્બા પાસે બેસી ગઈ, પણ તેનો પતિ મૂંઝવણ મા ઉભો થઈ ગયો. તેને ખ્યાલ હતો કે, તેની પાસે જનરલ ટિકિટ છે અને આ રિઝર્વેશન નો ડબ્બો છે. તેણે ટિકિટ ચેકર ને ટિકિટ બતાવતી વખતે હાથ જોડ્યા. ત્યારે ટીસી એ જણાવ્યું કે , “આ સામાન્ય ટિકિટ છે, આ પછી ના સ્ટેશન પર સામાન્ય ડબ્બામા ચડી જાજો નહીતર ૮૦૦ ની રસીદ ફાટશે.” ટીસી ને પ્રત્યુતર આપતા જણાવ્યું કે, દીકરી ને ઘરે પેહલો દીકરો જનમ્યો છે તો તેને જોવા જઈ રહ્યા છીએ.
શેઠે ખૂબ જ મુશ્કેલી થી બે દિવસ ની રજા આપી છે અને ૭૦૦ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. મારી પત્ની અને આ લોખંડ ની સંદૂક સાથે અથાગ પ્રયાસ કરવા છતાં પણ સામાન્ય ડબ્બા મા ચડી ના શક્યા. જેથી ના છૂટકે અમારે સ્લીપર ક્લાસ મા આવવું પડ્યું હતું. સાહેબ, પત્ની અને સમાન સાથે સામાન્ય ડબ્બામા ચડી નથી શકતા. અમે અહીંયા જ સાઈડ મા ઉભા રહી જાશું. તેણે ટીસી ની તરફ ૧૦૦ રૂપિયા ધર્યા. ૧૦૦ મા કાંઈ ના થાય ભાઈ. ૮૦૦₹ આપો નહીં તો નીચે ઉતરો.
પત્ની બોલી, ૮૦૦₹ તો ગુડડો ની ડિલિવરી મા પણ નથી થયા સાહેબ. પૌત્ર ને જોવા જઈએ છીએ, ગરીબ છીએ, જવા દો ને સાહેબ. ટીસી એ જણાવ્યું કે, તો એક કામ કરો, ૪૦૦ આપો. હું એક જ રસીદ બનાવું છું. બંને બેઠા રેહજો. આ લઇ લ્યો સાહેબ રસીદ રહેવા દયો. પતિએ ૨૦૦ રૂપિયા આપતા જણાવ્યું કે, ના રસીદ તો બનનાવી જ પડશે ઉપર થી ઓર્ડર છે. ચાલો, ૪૦૦ આપો. ઉતાવળ કરો, નહીંતર સ્ટેશન આવી જશે. નીચે ઉતારો અને સામાન્ય ડબ્બા પર જાઓ. આ વખતે ટીસીએ થોડું ગુસ્સા માં કહ્યું.
તે વ્યક્તિએ ૪૦૦ રૂપિયા આપ્યા, જાણે પોતાનું હૃદય ચીરીને આપી રહ્યો હોય તેવું લાગ્યું. બંને પતિ-પત્ની દુ:ખી થઈને બેઠા હતા, “આ ચારસો રૂપિયા કેવી રીતે અડજસ્ટ કરીશુ? શું મારે પાછા આવવાની ટિકિટ માટે વેવાણ પાસે પૈસા માંગવાની આવશ્યકતા પડશે?” ના , છેવટે પતિએ જણાવ્યું કે, “હું ૧૦૦-૧૫૦ વધારે લાવ્યો હતો. ગુડ્ડુ ના ઘરે ચાલીને જશુ. સાંજ ના સમયે જમશું નહી. ૨૦૦ નું મેનેજમેન્ટ થઈ ગયું છે અને હા પાછા આવતા સમયે પેસેન્જરમા આવીશું એટલે ૧૦૦ રૂપિયા બચશે.”
એક દિવસ વધારે લાગશે અને શેઠ બૂમ પાડશે એટલું જ ને, પણ હું મુન્ના માટે બધું જ સહન કરી લઈશ. તેમ છતાં પણ આ માત્ર ૩૦૦ જ થયા.” એવું કરીશું કે, આપણે નાના-નાની વતી જે ૧૦૦-૧૦૦ અલગ આપવાના હતા, હવે આપણે બંને એક સાથે ૧૦૦ ₹ આપીશું. થઈ ગયું ને ૪૦૦₹ નું મેનેજમેન્ટ.
આ વાત કરતી વખતે આંખો માંથી અશ્રુ છલકાઈ ગયા. આંખો માંથી અશ્રુ લૂછતાં લૂછતાં તેણે જણાવ્યું કે, જો મને મોદિજી ક્યાંક મળશે, તો હું કહીશ કે આટલા નાણાં બુલેટ ટ્રેન પાછળ ખર્ચો છો , તેના બદલે દરેક ટ્રેન મા ૪-૪ જનરલ ડબ્બા લગાવી દયો. જેથી આપણા જેવા સામાન્ય વ્યક્તિ ને ટિકિટ હોવા છતાં હેરાન ના થવું પડે.
આ વાર્તા કદાચ સંયોગ લાગતી હોય પરંતુ , આ સ્થિતિ થી વાસ્તવિક જીવન મા અનેક લોકો પસાર થઈ ગયા માટે રેલ મંત્રાલયે પણ આ પરિસ્થિતિ ને સમજી ને આ જે શોષણ વર્ષો થી થઈ રહ્યું છે, તેમાં પરિવર્તન લાવવું જોઈએ.