સાંજ ઢળતાંઢળતી આંખો
ઢળતું મનડું સુરજ સાથે
ઝંખે પળ બે પળની વાતો
ઝંખે રસની સાજન સાથે
ઉડતા પંખી સાથે ઉડતું એક અટુલું મારુ હૈયું
વિણ શ્રાવણે સરવડું થઈ
આમ જ ક્યાંથી વાદળવરસ્યું
વર્ષે તો યે કોરું અંતર કેમ કરી ભીંજવવું?
રાતની ચાદર પડતી ધીરે તરુઓ ના શિર દેતી આચ્છાદી
નિબીડ રાત્રી,નીરવ આ ઘટા સાથ તમારો ઝંખે...