ન પેપ્સી, ન થમ્સ અપ, ન તો કોક ભાવે
રઈશ તો વીતેલા મિલેનિયમનો માણસ
મળે જો ઉકાળો તરત ગટગટાવે
રઈશ તો વીતેલા મિલેનિયમનો માણસ
ન હોન્ડા, ન સેન્ટ્રો, ન ઓપેલ એસ્ટ્રા
ન એસ્ટીમ, ના ઝેન, ફ્રન્ટી કે ઊનો
બળદગાડું એને હજીયે લુભાવે
રઈશ તો વીતેલા મિલેનિયમનો માણસ
ન રાની, ન કાજોલ, ન ટવીન્કલ, ન ટબ્બુ
કરિશ્મા નહીં, ને રવીના કદી નહીં
હજુ એને નરગીસ સપનામાં આવે
રઈશ તો વીતેલા મિલેનિયમનો માણસ
ન કુરિયર, ન એસ.ટી.ડી., ના ફેકસ કરતો
એ પેજર, મોબાઈલ થકી ખૂબ ડરતો
પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઊડાવે
રઈશ તો વીતેલા મિલેનિયમનો માણસહ્યહ્ય