મેં વસંત પાસેથી એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું પાનખરને લાગ્યું છે,
જિંદગીની વેરાની એટલે પરેશાની
મોત થૈને લીલુંછમ કલ્પનામાં જાગ્યું છે,
આ શું રૂપને સૂઝ્યું દિલ હજી નથી રૂઝ્યું
એણે ફૂલ ફેંક્યું’તું તીર કેમ વાગ્યું છે,
જોકે એમ તો છું પણ હું હવે નથી હું પણ
એનો પ્રેમ પામીને મેં સમસ્ત ત્યાગ્યું છે,
🥀 #દર્દ