પ્રેમ એટલે...!!!
હોય એકાંત, પણ હૃદયમાં શોરબકોર...
રેતની જેમ સરકતી યાદો માં સળવળતા સ્મરણો...
કબૂતરની પાંખમાં, રાધાની આંખમાં મોરપિચ્છ હોવાનો અહેસાસ...
આભને પણ ટેકો આપવાનો ઉન્માદ...
એવો ની:સ્વાર્થ ભાવ, જેમાં પ્રેમ ને સુખી કરવાનો સ્વાર્થ...
રોમ રોમ માં પ્રગટતો પરમેશ્વર...
લલાટ નાં ચંદનમાં, ગાલના ખંજનમાં, આંખનાં અંજનમાં, આંશુની ખારાશમાં, હોઠની મીઠાશ માં, ગરદનની ગરિમા માં...ઉત્સવનો ઉલ્લાસ...
શરદીમાં કે ગરમીમાં,
એકાંતમાં કે ઘોંઘાટમાં,
મૌન કે કોલાહલ માં,
શ્વાસ કે ઉચ્છવાસ માં,
હર્ષ કે શોક માં,
રુદન કે હાસ્યમાં...
અત્ર તત્ર.. સર્વત્ર...એક માત્ર એ.. એ.. એ.. અને એ જ...
ભીડમાં માં પણ એકલો,
એકલો પણ બેકલો...
ખોબો ભરીને હસતો ને આંખો ભરીને રડતો...
સૌની વચ્ચે ક્યાંય ન જડતો....
કેટલું લખું..???
પ્રેમ એટલે બસ પ્રેમ જ, અન્ય કશું જ નહીં...!!!