Gujarati Quote in Blog by ઝાલા પ્રિયંકાબા... rana baa...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો આજકાલ મૌન વધુ પસંદ છે મને, પણ તામારી સાથે વાતો કરવાની મજા આવે છે મને ..
સુખ હોય કે દુઃખ તામારી સાથે વહેંચવાની મજા આવે છે મને..
આમ તો ઘણા બધા મિત્રો અને સબંધો છે, પણ તમારી સાથે જીવવાની મજા આવે છે મને....
આમ તો કહી દેવી ગમે છે મને મન ની દરેક વાત તમને,
પણ તમારી પાસે ખામોશ રહેવાની પણ મજા આવે છે મને..
જીદ કરે છે દિલ..કયારેક તમને સાંભળવા ની, પણ મનગણત વાત કરી ને દિલ ને સમજાવવાની પણ મજા આવે છે મને..
ખબર છે, ગમે છે કદાચ ખામોશી તમને, એટલે જ કદાચ કયારેક કંઈક કહેવું હોય તેમ છતાં પણ ખામોશ રહેવાની મજા આવે છે મને..
માન્યું કે કયારેક ઉદાસ પણ કરી જાય છે ખામોશી તમારી, પણ તમારી આંખો ને વાંચવાની પણ મજા આવે છે મને...
માન્યું કે સહારા ની જરૂર નથી તમારે, પણ કયારેક તમારો સાથ આપવાની પણ મજા આવે છે મને..
આમ તો ઘણું બધું છે બીજુ પણ તમારી સાથે જીવવાની મજા આવે છે મને...

જાણે છે મારા દિલ ની દરેક વાત અને સમજે છે કદાચ મારા મૌન ને પણ,
તેમ છતાં અજાણ ની જેમ વર્તે છે તું..... .. જાણુ છું હું પણ આ વાત...,
તેમ છતાં પણ તને આમ અજાણ બનતાં.... જોવામાં મજા આવે છે મને...
નથી જાણતી હું, મળશે તારો સાથ જીવનભર કે નહીં...
તેમ છતાં તારા સાથ ની ઝંખના કરવામાં..મજા આવે છે મને...!
સુખ હોય કે દુઃખ તારી સાથે જીવવાની મજા આવે છે મને......
..... પ્રિયંકાબા ઝાલા.....
Rana baa..

Gujarati Blog by ઝાલા પ્રિયંકાબા... rana baa... : 111342495
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now