જયારે હું ખુદ ને સમય આપું છું. ખુદ થી મુલાકાત કરી લવ છું
જયારે હું ખુદ ને સમય આપું છું.દિલ ની દરેક વાત પોતા સાથે shar કરી લવ છું...
જયારે હું ખુદ ને સમય આપું છું દિલ ની દરેક ઇચ્છા ને જાણી લવ છું. યોગ્ય અયોગ્ય ને સમજી લવ છું..!
જયારે હું ખુદ ને સમય આપું છું..તમારી દરેક યાદો ને વાગોળી લવ છું..!
જયારે હું ખુદ ને સમય આપું છું.. કુદરત ના ખોળે ઢળી પડું છું..
જયારે હું ખુદ ને સમય આપું છું કયાંક એકાંત શોધી લવ છું..!!
જયારે હું ખુદ ને સમય આપું.. મારી ખામીઓ ને પણ જાણી લવ છું..
આમ તો આખો દિવસ કયાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી...
પણ જયારે દિલમાં ઘણુ બધુ ભરાઈ જાય ત્યારે બધું જ છોડી એક મુલાકાત ખુદ થી કરી લવ છું..
દરેક જવાબ ખુદ માથી જ મેળવી લવ છું..!!
જયારે હું ખુદ ને સમય આપું છું ત્યારે હું કોઈ..તળાવ,બગીચો.. શહેર થી દુર કોઈ શાંત મંદિર. કોઈ કુદરતી સુંદરતા ધરાવતું સ્થળ.અથવા તો મારા ઘર ની અગાસી એ પહોંચી જાવ છું...
જયારે હું ખુદ ને સમય આપું છું તયારે..એકાંત શોધી લવ છું.!
જયારે હું ખુદ ને સમય આપું ત્યારે એક મુલાકાત આકાશ સાથે કરી લવ છું..
તેની આંખો મા આંખ પરોવી જાણે તેને મારો સાથી બનાવી લવ છું.
જયારે હું ખુદ ને સમય આપું ત્યારે.. એક મુલાકાત ચાંદ સાથે પણ કરી લવ છું..
એમની યાદો આજે પણ સચવાયેલી છે હૃદય માં જાણે એ વાત નો સાક્ષી બનાવી લવ છું.
જયારે હું ખુદ ને સમય આપું ત્યારે..ખુદ થી મુલાકાત કરી લવ છું..😍
.....પ્રિયંકાબા ઝાલા 'Rana baa'