સવારે એણે મને...
એક
તાજું... ખીલેલું..
મસ્ત મજાનું
નાજુક નમણું..
આપ્યું ગુલાબ...
સાથે
ગુલાબ નીચે
ચુંભે એવા કઠોર
કાંટાય હતા...
સાંજ સુધી સાચવ્યું એને..
દિલથી કેટલીય વાર ચૂમી
પણ લીધું
તોય ખબર નઈ કેમ
કરમાઈ ગયું આપમેળે
બસ પછી
વધ્યા માત્ર એના કઠોર કાંટા
એ હજી ય ખુંચે છે
મારાં દિલમાં