પ્રેમ
માત્ર સાંભળતાં જ ગમી જાય એવો અવાજ એટલે 'પ્રેમ',
ખાલી પડેલ અવકાશમાં તારાં હોવાંનો એહસાસ એટલે 'પ્રેમ',
મારી વાતોમાં તારી અને તારાં મૌનમાં મારી હાજરી એટલે 'પ્રેમ',
બંધાયા હોવા છતાં એક પણ બંધન વગરનો સંબંધ એટલે 'પ્રેમ',
મારા મનમાં ગુંજતું તારાં સ્મરણોનું ગીત એટલે 'પ્રેમ',
તારાં કોમળ હૃદયરૂપી બગીચામાં મારો સ્નેહભીનો પગરવ એટલે 'પ્રેમ',
શાયદ,
શાયદ,
'તું' અને 'હું' મળીને બનતાં 'આપણે' નહીં,
પણ એકબીજાના અંતરમાં રહેલ એકબીજાનો અવિભાજ્ય અંશ એટલે 'પ્રેમ'....
#Valentinespecial
- Mr. R