ખ્યાતિ
એસ.એસ.સી.ની જેમ એચ.એસ.સી.માં પણ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી દીકરી ખ્યાતિ વ્યાસે નામ રોશન કર્યું' -- સવારના પહોરમાં 'પ્રભાતફેરી' ન્યૂઝપેપરમાંથી આંસુભરી આંખ બહાર કાઢી શાળાના આચાર્ય એવા મનોજભાઈ વ્યાસની નજર સમક્ષ સત્તર વર્ષ પહેલાનું દ્રશ્ય ખડું થયું...!
****
"પણ મારે છોકરી નથી જોઈતી...!"
"એક શિક્ષક થઈને પણ તમારા આવા વિચાર...!"
"હા... હા.... હા... મારે છોકરો જ જોઈએ...કાં તો આ છોકરીનો જન્મ્યા પહેલાં જ નિકાલ કર...નહીં તો મારા ઘરેમાંથી નીકળી જજે...!"
****
સત્તર વર્ષ પહેલાં કહેલા શબ્દોનો પડઘો આજેય કાનમાં પડી રહ્યો. જીણી આંખ કરી મનોજભાઈએ ફરીથી ન્યૂઝપેપરમાં છપાયેલ ખ્યાતિનો તેની માતા સાથેનો ફોટો જોઈ બબડાટ કર્યો, "ઘણી બદલાઈ ગઈ મારી કલ્પના..!" આંખથી ઓસરતાં આંસુ અધવચ્ચે જ થીજી રહ્યા..!
****