*💫પ્રભુ સાથેની મારી પ્રીત*
*ભગવાન તમે અને હું...!*
*હે પ્રભુ ..!*
જો તમે ચંદ્ર છો તો હું ચકોર છું...!
જો તમે સૂર્ય છો તો હું ચક્રવાક છું...!
જો તમે પદ્મકમળ છો તો હું ભ્રમર છું....!
જો તમે ઘનઘોર મેઘ છો તો હું મયુર છું...!
જો તમે રસ છો તો હું રંગ છું...!
જો તમે વસંત છો તો હું પવન છું...!
જો તમે સાગર છો તો હું સરિતા છું...!
જો તમે સરિતા છો તો હું માછલી છું...!
જો તમે તળાવ તો હું કમળ છું...!
જો તમે કમળ છો તો હું પરિમલ છું...!
જો તમે પરિમલ છો તો હું ભ્રમર છું….!
જો તમે દીપક છો તો હું પતંગ છું...!
જો તમે પતંગ છો તો હું પાંખ છુ...!
જો તમે વૃક્ષ છો તો હું છાયા છું...!
જો તમે ડાળ છો તો હું પંખી છું...!
જો તમે વાડ છો તો હું વેલડી છું...!
જો તમે આંબો છો તો હું મંજરી છું...!
જો તમે ગાય છો તો હું વાછળડો છું...!
જો તમે ગજરાજ છો તો હું મદનીયુ છું...!
જો તમે માં છો તો હું બાળક છું...!
જો તમે ભગવાન છો તો હું ભક્ત છું...!
*પ્રભુ...!*
*આપને જે બનવું હોય તે બનો પણ હું કોઇ પણ સંજોગોમાં આપને છોડીસ નથી...! હું ગમે તેમ કરી આપણી સાથે એડજસ્ટ થઈને જ રહીશ...!*