##@.. Happy valentines D..ay
યુવાની કાળ માં એકબીજાના ગળાડૂબ પ્રેમ માં એવા એક યુવક અને યુવતી ......
આવા જ એક "વેલેન્ટાઈન દિવસે"..
યુવાન દ્વારા તે યુવતી ને હાથમાં ગુલાબ નું ફૂલ આપીને..... વિલ યુ બી માય વેલેન્ટાઈન..? નો એક જ રોમેન્ટિક પ્રસ્તાવ મૂકી ને સહસંમતી થી
કાયમ માટે એક બીજા ના થઈ જવા માટે "લગ્ન" ના એક મધુર તાંતણે જોડાય છે......
અને આવા કેટલાય વેલેન્ટાઈન વર્ષો વીત્યાં બાદ.....
"દીકરા ને વહેલી નોકરી છે અને આજે પૌત્ર ની સ્કુલ વાંન નથી આવવાંની તો તમે વહુ નું એક્ટિવા લઈને એને સ્કૂલે મૂકી આવશો..!!
"રસોડું આજે મારે કરવાનું છે..ઘરમાં એકેય શાક નથી પડ્યું...રસ્તા ના ખૂણે ઉભા રહેતા લારી વાળા પાસેથી કંઇક શાક લેતા આવશો..!!!
"આ શિયાળો ચાલુ થયો અને તમને શરદી કોઠો છે બામ ની શીશી ઘરમાં ખાલી પડી છે.પાછા આવો ત્યારે પેલા મેડિકલ વાળા ને ત્યાંથી લેતા આવશો ...!!
"દીકરા ને તો સમય નથી મળતો એટલે એ ચેક મૂકીને ગયો છે.. આ ઇલેક્ટ્રિક કે અદાણી ના બીલો ભરતા આવશો..!!!
"આજે પેલા બગીચામાં માં ફ્રી ચેકઅપ કેમ્પ છે. અઠવાડીયાથી તમારી જેમ મનેય પ્રેશર રહેતું હોય તેવું લાગે છે આપણા બંને ના ફોર્મ લેતા આવશો.....?
"અને હા,યાદ આવ્યું, છેલ્લા લાલ બંગલા વાળાના છોકરા ના લગ્ન નું સાંજે રિસેપ્શન છે,કંકોત્રી આવી ને પડી છે, વહેવાર કરવા તો જવું પડશે ને, મારે કામ બહુ છે.તમે જમીને ચાંદલો કરતા આવશો... !!
"આજે આખો દિવસ કામ કરીને થાકી જવાયું છે. પગ દુખે છે મારાથી આજે ચલાશે નહિ.તમે એકલા આજે ચાલી આવશો..!!!
જીવન ની મધુર સંધ્યા એ....
એક જ દિવસ માં પૂછાયેલા આવા તો કંઇક કેટલાય પ્રશ્નો......
પણ, આ બધા પ્રશ્નો નો સાર રુપ કે નિચોડ રુપ એક જ પ્રશ્ન........
વિલ યુ બી માય વેલેન્ટાઈન.
હવે પાનખરે આવી પહોંચેલા આ બધા જ પ્રશ્નો ના જવાબો...
સાહેબ...જો તમે .....
એટલા જ પ્રેમ થી " હા " માં આપી શકતા હોય તો સમજજો ....કે ...તમારા જીવન માં હજુ પાનખર આવી નથી....
વર્ષો પહેલા એક બીજા ને આપેલા એ "વેલેન્ટાઈન ગુલાબ" ની ખુશ્બૂ હજુય તમારા દાંપત્ય જીવન ને મહેકાવે છે...
દર વર્ષે નવા ગુલાબ આપવાની જરૂર નથી....
Happy valentine's day..
નરેશ ગજ્જર