પ્રેમ એટલે,
તમારી પ્રગતિ તમારી ખુશી
જે તમારા રોજિંદા. કાર્ય કે લક્ષ માં અવરોધ કરે તે પ્રેમ નથી પ્રેમ તો ઉલ્ટાના તમને વધુ
એક્ટીવ બનાવે લક્ષ તરફ ની તમારી દોડ તમારા સંઘર્ષ. માં જોશ પૂરું પાડે એક કલાક પ્રિયજન સાથે ન ચેટ કર્યાં પછી બાકીની ત્રેવીસ કલાક ઉત્સાહ જળવાય રહે અને તમે તમારું કામ શ્રેષ્ઠ રીતે પાર પાડી શકો તે પ્રેમ છે
લગાન ફિલ્મનો ક્લાઈમેક્સ સીન.
ભુવન શરત લગાવીને રાત્રે ચિંતા માં હોય છે કે હવે શું? ગામ આખાનો વિરોધ હોય છે.
ત્યારે ગૌરી ત્યાં રાત્રે આવીને ભુવનને કહે છે.
"મુજકો ભરોસા હૈ,તુજમે ઔર તોહરી હિમ્મત પે".
બસ,પછી ઇતિહાસ...
પ્રેમ તમને રમતમાં કદાચ ન જીતાડે એવું બને,પણ જિંદગીની જંગમાં ક્યારેય હારવા નહીં દે.આખી દુનિયામાંથી એકનો ભરોસો આખી દુનિયા સામે લડવા સક્ષમ બનાવી દે છે.
-આલેખન. આકાશ પટેલ