*પ્રેમ કરું છું*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
દુનિયા બનાવનાર અને દુઃખનો તારણહાર છે જે,
જેના ગળામાં સર્પ અને વાહન છે પોઠિયો,
*બસ એજ શિવ શંકરને પ્રેમ કરું છું*.
જેના અર્ધાંગિની માં શક્તિ ખુદ છે,
પ્રથમ પૂજ્ય ગણપતિ જેના બાળક છે,
*બસ એજ ગૌરીપતીને પ્રેમ કરું છું*.
રાક્ષસોને હણનાર કાર્તિકેયના જે પિતા છે,
ખુદ કર્મ ફળ દેનાર શનિદેવના જે ગુરુ છે,
*બસ એજ મહાદેવને પ્રેમ કરું છું*.
કાળથી પણ ઉંચુ જેનું ત્રિલોકમાં નામ છે,
કર્મથી પણ બચાવનાર જેનું મહાન કામ છે,
*બસ એજ મહાકાલને પ્રેમ કરું છું*.
સ્મશાનની અંદર જે ખુદ રહે છે,
ભૂત પ્રેત પિશાચ સાથે દેખાય છે,
*બસ એજ ભૂતનાથને પ્રેમ કરું છું*.
દર્શન ભલે એ મોડા આપે, સાથ પહેલા આપે,
ખોટાની સમક્ષ ક્યારેય ભક્તને હારવા ના દેય,
*બસ એજ ભોળાનાથને પ્રેમ કરું છું*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD