Gujarati Quote in Thought by BHAVIN HEART_BURNER

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💁‍♀ *બાયોડેટા  - એક હાઉસવાઈફનો*🤷🏻‍♀ 


*નામ* -   કોઈ પણ રાખો, શું ફરક પડે છે?

*જન્મ* - દિકરી તરીકે અણગમતો આવકાર

*ઉંમર* -  ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.

*સરનામું-*      - પહેલા પિતાનું ઘર

                  - હાલમાં પતિનું

                  - ભવિષ્યમાં દીકરાનું ઘર

                     કે કદાચ ઘરડાઘર


*વિશેષતા* - બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી

                - મા ની દ્રષ્ટિએ નફકરી

                - સાસુની દ્રષ્ટિએ  દીકરાની  

                 જિંદગી બગાડી 

               - વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ

               - મોટા થયેલા દિકરા/

                  દિકરીની દ્રષ્ટિએ -     

                  રહેવા દે તને કંઈ ખબર નહીં પડે      

              - પોતાની દ્રષ્ટિએ - ખબર નથી


*કાર્યાનુભવ*

 - ઘરકામ..... ૩૦ વર્ષથી

 - રસોડું..... ૩૦ વર્ષથી

 - ઝાડુ પોતા..... ૩૦ વર્ષથી

 - કપડા વાસણ..... ૩૦ વર્ષથી

ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના.......૩૦ વર્ષથી

*બાળકો* - નંગ બે (તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર  વગેરે વગેરે) 

જેમ કે --

દૂધ પાયું - ૧ વર્ષ

બાળોતિયાં બદલ્યાં - ૩ વર્ષ

ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું.

-માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે......

*જરૂરિયાત* -બે ટાઈમ ખાવાનું,

       -થોડા ઘણા કપડા,

       -વાર - તહેવારે ને પ્રસંગે થોડા

       -ભારે  કપડા - દાગીના કુટુંબનું

       -સારું લાગે એટલા માટે🌲

*અપેક્ષા* - કંઈ નહીં

*વળતર* - કંઈ નહીં..

*આવક* - કંઈ નહીં..

*બચત* -  કંઈ નહીં..

*પૈસાની જરૂરિયાત માટે*- પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.

*પોતાની મુશ્કેલીઓ* - કહેવાની  મનાઈ. કહો  તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.

*ઘર કુટુંબમાં કદર* - કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કૉમેન્ટ્સ.💐


*અને છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ કારણ  ઘર અને કુટુંબનું સારૂ દેખાડવા અને લોકો અભિમાની ન ગણે તે માટે !!*🌹


            *... સાચે જ સ્ત્રી મહાન છે ...*🙏🌹

FORM : Queen of House Maa 😊😊😊😊😊

Respect for lady

Gujarati Thought by BHAVIN HEART_BURNER : 111341395
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now