પિતા
“પિતા”
ઘરની ચાર દીવાલો ને પ્રકાશમય રાખવા
મે મારા પિતા ને મહેનત રૂપી દીવેલ પુરતા જોયા છે.
અમારા સપનાઓ પુરા કરવા
પોતાના સપનાઓ ને મળીયે મુકતા જોયા છે.
અમારો પંથ સુવર્ણ બનાવવા માટે
પોતે ધણીવાર કાંટાળી કેળીએ ચાલ્યા છે.
દરેક પરિસ્થિતિનો સામનો એક સકારાત્મક વિચારોથી
પૂર્ણ કરતા જોયા છે.
મે ઈશ્વર ના રૂપ માં પિતા ને જોયા છે.
-હેતલ પટેલ