Gujarati Quote in Poem by Dr Mahendra pawar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લ્યો!આ પાછું વેફર મારા જોડે નથી છુટા રૂપિયા

બહાનું હતું,હકિકતે ખોવાયા હતા પાંચસો રૂપિયા


આજ ખિસ્સામાં મુક્યા હતા,તે પૂરી ખાતરી હતી

તોય બધા જ ખિસ્સા દસેક વખત ખોળી નાખ્યા


મારી વેદના સ્ટેટ્સે મૂકી,ઘણી કોમેન્ટો આવી ખરી

દિલાસો  કોઇકે  શિખામણ મફતમાં  આપી ખરી


કહી બેદરકારી મારી કોઇકે અે વાતને કાને  ન ધરી

સવાલ પેૈસાનો ન હતો પાંચ દિ બગડ્યા વાત હતી


અે બેવફાને વહાલ કરી કરી પાકિટે  સાચવી હતી 

જરુર પડ્યે દગો કરી , મારી જરાય કદર ના  કરી


અેક વાત તો મેં  શીખી લીધી  આ નોટના ખોટથી

વધારે વહાલ કરી,તો આજે આવા દિવસ જોયા


બસમાં આખી  રાત મારે કરવાની હતી મુસાફરી

ક્યાં! ઉંઘ આવે અેતો આખી રાત જાગવા લાગી


અંતે ફાયદો તો પાંચસો રૂપિયાથી વધારે જ થયો

મેં કવિતા લખી પાડી,સવાર પડી સૌ જાગી પડ્યા


અવસર જો ના બનત તો આ કવિતા જન્મે ક્યાંથી

ખરી પડ્યા જે કોઇના લીધા હશે તે પાંચસો રૂપિયા 


વધું સરવાળો ના  કરતાં' બાદબાકી શીખ્યો માહી
તું દુ:ખી નથી તેટલાં ખુશ હશે જેને મળશે રૂપિયા


                           પવાર મહેન્દ્ર
                         ૯/૨/૨૦૨૦

Gujarati Poem by Dr Mahendra pawar : 111341372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now