Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની ભાષા સાપ પણ સમજે છે, આવ્યો હતો ડસવા પણ આપી ગયો ભેટ

પ્રેમ એક એવી વસ્તુ છે કે જેની ભાષા મનુષ્ય તો પશુ પક્ષી સહિત અનેક જીવો સમજે છે. આજે વાત કરીશું આ વિશે કે જેમાં એક સાપ આવ્યો હતો દંશ આપવા, પણ તેણે પોતાનો વિચાર બદલી નાંખ્યો. જાણો આ વિશેની વાત…

એક સમયની વાત છે. એક રાજાએ એક સાધુને જણાવ્યું કે આ ઝાડના થડમાં એક સાપ રહે છે. તે તમારી સાથે પૂર્વ જન્મની શત્રુતાનો બદલો લેવા ઈચ્છે છે. રાજાને આત્મરક્ષાની ચિંતા સતાવવા લાગી. ભારે વિચાર પછી તે એ નિર્ણય પછી પહોંચ્યો કે શત્રુને જીતવા માટે પ્રેમ ભર્યો વ્યવહાર જ સૌથી મુખ્ય હથિયાર છે. સાંજ થતાં રાજાએ આ ઝાડના થડથી લઈને પોતાની શય્યા સુધી સુગંધિત ફૂલો બિછાવી દીધા. તેણે અનેક સ્થળે દૂધથી ભરેલો કટોરો રખાવી દીધો. એટલું જ નહિં પોતાના સેવકોને કહી દીધું કે રાતે જ્યારે સાપ નિકળે ત્યારે તેને બિલકુલ કષ્ટ ન આપવું.

રાત પડતાં જ સાપ પોતાના દરમાંથી બહાર નિકળ્યો. તે રાજાના મહેલ તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં સુગંધિત ફૂલો પર લસરતો લસરતો તે આગળ વધવા લાગ્યા. ફૂલોના ઋજુ સ્પશે તેનો ગુસ્સો ઓછો કરી નાંખ્યો. તે જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યો તો તેણે જોયું કે પરહરી અને દ્વારપાલ ઉભા હતાં આમછતાં કોઈએ તેને હાનિ ન પહોંચાડી, કે ન તો તેવી ચેષ્ટા પણ કરી. આ જોઈને સાપનો ગુસ્સો લગભગ શાંત થઈ ગયો. તેના મન સ્નેહથી બરાઈ ગયું. સદ્ વ્યવહાર જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તે રાજાને દંશ મારવા માંગતો હતો છતાં તેણે પોતાનો ઈરાદો બદલી નાંખ્યો. તેનું મન બદલાઈ ગયું.

તેને સમજમાં નહોતું આવતું કે જે રાજા આ રીતે વર્તન કરે તેની સાથે દુશ્મની કેમ નિભાવવી જોઈએ. તે રાજાના પલંગ સુધી પહોંચી તો ગયો પણ તેણે પોતાનો ઈરાદો બદલી નાંખ્યો. તેણે રાજાને માફ કરી દીધાં. તે રાજા પાસે પહોંચ્યો અને કહ્યું કે હે રાજન, હું તમને દંશ મારીને મારા પૂર્વજન્મનો બદલો લેવા આવ્યો હતો.પરંતુ તમારા સદવ્યવહારે મારું મન બદલાઈ ગયું. હવે હું તમારો મિત્ર છું. ભેટ સ્વરૂપે અતિમૂલ્યવાન મણિ તમને ભેટ આપવા ઈચ્છું છું. આમ કહીને તે મણિ ત્યાં મૂક્યો તે ચાલ્યો ગયો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111341255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now