ફેંકી ને ફાઇલ તમે મારી સાથે રમવાતો આવો....
સૂટ બુટ ફગાવી ને તમે ચાંદા મામા થઈ આવો...
કહેતાં તા' નાની તમારા બાળપણ ની વાત,
એમ ફરી પાછા તોફાની ટારઝન થઈ જાઓ....
ઘરમાં હું કરું ધમાલ મસ્તી ,
એમ તમે રમખાણ મચાવો....
મારી જેમ થઈ ને બેફિકર બાઘડ બીલ્લા થી
તમે ફરી પેલા સત્તર સિઁગ઼ા ને પણ હંફાવો...
સાચવી સાચવી ને રંગ બહુ પૂર્યા...
થોડું તો આમતેમ લીટોડા કરી આવો....
મમ્મી ને કહું હું બધી જ વાત એમ,
તમે નાની પાસે ઠલવાઈ જાઓ....
આઠ થી આઠ ની ઘડિયાળ થી કંટાળો તયારે,
પહેલા મનાવવાનો યશ લેવા મામા થઈ આવો!!