Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન - એક સંઘર્ષ

સુગંધા એક સુંદર ભણેલ-ગણેલ બાહોશ વિચારો ધરાવતી યુવતી હંમેશા જીવનમાં કંઈક નવું કરવા માટે તત્પર જ હોય નાનપણથી એક જ શોખ વાચન સંગીત અને નાના બાળકોને શિક્ષણ આપતી ઘરમાં માતા-પિતા અને ચાર ભાઇ-બહેનોમાં પોતે મોટી એટલે પિતાને મદદરૂપ થવા માટે કોલેજની સાથે સાથે ટ્યુશન ચલાવે આમ પણ સુગંધા ને બાળકો ખૂબ જ પ્રિય રોજ tuition માં આવતા બાળકોને ચોકલેટ આપે પણ કરન આજે વહેલો આવ્યો તેના માટે,આજે રિંકી સારા માર્ક્સ લાવી તો આજે ટિકુ પડી ગયો આવા બહાના તો માત્ર નામના પણ બાળકોને ચોકલેટ આપવામાં એ આનંદ અનુભવે પરંતુ જીવનમાં દરેક ક્ષણે જીવનને માણતી સુગંધા ના જીવનમાં અણધારી મુસીબત આવી ગઈ બન્યું એવું કે સુગંધા ના પિતા જે એક નાની ફેકટરીમાં કામ કરતા હતા કે જે એક અમીર વ્યક્તિ ( માલિક) ના એક વફાદાર હતા તેમની સાથે કોઈક એવો બનાવ બને છે જેના સ્વરૂપે એના પિતાને તેનો ભોગ બનવું પડે છે જ્યારે સુગંધા આ વાત જાણે છે ત્યારે પરિવાર દુઃખ અનુભવે છે એ પોતાના પિતાને આવી પરિસ્થિતિમાં જોઈ નથી શકાતી. જે પરિવાર પોતાના સિદ્ધાંતો અને કાર્યથી સુખરૂપ જીવન જીવતું હતુ તે પરિવાર માં ચિંતા રૂપી વાદળો જે કાળાડિબાંગ સ્વરૂપે તેના જીવનને અંધકારમય બનાવી દે છે સુગંધા વિચારે છે કે હવે તે શું કરી શકે તે જ્યારે પોલીસ સ્ટેશનને જાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેના પિતાના અપરાધની સજા સ્વરૂપે તેને જામીન મેળવવા માટે કોર્ટમાં જવું પડશે અને કોઈ સારો વકીલ રોકવો પડશે  સુગંધા ચિંતામા માં પડી જાય છે કે હવે શું કરવું અને તેના પિતાના માલિકને મળવા પહોંચે છે તને આજીજી કરે છે કે મારા પિતાને કોઈ પણ સંજોગે તમે છોડાવી દો પરંતુ તે અમીર વ્યક્તિ ની દાનત પણ ઓળખી જાય છે અને તેની આંખોમાં ભરેલી વાસનાથી તેને અનહદ ગુસ્સો આવે છે પરંતુ પોતાના પિતાની છોડાવવા માટે તે લાચાર કોઇ પગલાં ભરી નથી શકતી હવે સુગંધાના જીવનમાં નવા વળાંકો આવે છે કે એક પરિવાર જે સિદ્ધાંતો અને પોતાની સ્વાભીમાનથી જીવન પસાર કરતા હતા તેમણે પોતાના જીવનમાં એક અયોગ્ય માર્ગ પસંદ કરવો પડે છે ખરેખર મનુષ્યના જીવનમાં મજબૂરી ઘણું બધું ન કરવાનું કાર્ય પણ કરાવી બેસે છે હાલ સુગંધા જીવનના એવા વળાંક પર આવીને ઊભી રહી જાય છે કે એ જે વ્યવસાયમાં કાર્યરત છે તે વ્યવસાય પ્રત્યે સમાજ ખુબ જ ખરાબ દૃષ્ટિથી જુએ છે....

Gujarati Story by Bindu : 111340973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now