જીંદગી ની કડવાહટ
સહી ને મીઠી વાણી
બોલી તો જો
લોકો ની બેવફાઈ સહી ને
વફાદારી કરી તો જો
આંખ ના અશ્રુ સહી ને
લોકો સામે હસી તો જો
દિલ માં દર્દ દબાવી જીવન
જીવી તો જો
એ પ્રેમ શું કામ નો કે
એ કરે તો જ આપડે કરીએ
કોઈ ની અવગણના
સહી ને પણ તેને બેશુમાર પ્રેમ કરી તો જો
મારી જેમ તું જીવી તો જો