Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિવારે કરી લો આ સચોટ ઉપાય, ધન-સંપત્તિથી ભંડાર છલકાઈ જશે

ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી. તો તમે નિરાશ થઈ જાવ છો તો આ સમયે કેટલાક ખાસ ઉપાય અજમાવી જુઓ. કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરા કરી શકશો. આ ટોટકા રવિવારે કરવા જોઈએ. આવો જાણીએ ધન પ્રાપ્તિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય.

મન ચંચળ હોય છે એટલે જ તેમાં રોજબરોજ અનેક ઈચ્છાઓ જન્મે છે. તેમાંથી કેટલીક ઈચ્છા એવી હોય છે જેને પૂર્ણ કરવાનું સામર્થ્ય વ્યક્તિમાં હોય છે પરંતુ કેટલીક ઈચ્છા પૂરી કરવામાં ઈશ્વરના આશીર્વાદ અને ભાગ્ય સાથે આપે તે જરૂરી બની જાય છે. આવી મનોકામના પૂરી કરવા માટે અહીં દર્શાવેલા ઉપાય તમને કામ લાગી શકે છે. આ ઉપાય અમલમાં મુકવા સરળ છે અને સાથે જ તે ગણતરીની કલાકોમાં અસર કરે છે. તો જાણી લો કયા કયા છે આ કામ.

તુલસીના છોડમાં સવારે સૂર્યોદય સમયે જળ ચઢાવવું અને સંધ્યા સમયે દીવો કરવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મનની ઈચ્છા ઝડપથી પૂર્ણ કરે છે. જીવનની નાની-મોટી સમસ્યાનો અંત પણ તુરંત આવે છે. સંધ્યા સમયે તુલસીજી પાસે માટીના કોડીયામાં વિશેષ પ્રાર્થના સાથે દીવો કરશો તો તે અચૂક પૂર્ણ થશે.
રવિવારે પુષ્ય નક્ષત્રમાં સફેદ આંકડાનું મૂળ તોડી લાવવું. તેમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી સફેદ ચંદન, દૂર્વા ચઢાવી વિધિપૂર્વક તેની પૂજા કરવી. પૂજા પછી આ પ્રતિમાને કુશના આસન પર બેસાડી અને ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રની 108 માળા કરવી.

વડલાનું એક પાન લેવું અને તેના પર ચંદનથી પોતાની મનોકામના લખવી અને પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું. જો કે આ કામ કરતી વખતે કોઈ ટોકે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

એક સુતરાઉ કપડું લઈ તેમાં નાળિયેર બાંધી અને વહેતી નદીમાં મુકી દેવુ. મનોકામના 24 કલાકમાં પૂર્ણ થશે. રોજ સવારે ઘરેથી નીકળો ત્યારે ગાયને રોટલી અચૂક ખવડાવવી ઘરમાંથી ક્લેશ દૂર થઈ જશે. શુભ મુહૂર્તમાં વડલાનું પાન તોડી લાવવું અને તેના પર હળદરથી સાથિયો બનાવી પૂજાઘર અથવા તિજોરીમાં રાખી દેવું. ઘરમાંથી ક્લેશ અને દુર્ભાગ્ય દૂર થશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111340690
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now