વહેલી સવાર માં એક "construction" સાઈટ પાસે થી પસાર થતા સાવ સામાન્ય
ગણાતી ઘટના જોઈ...........
એક મજુર બાઈ ને પોતાના આઠ દશ મહીનાના બાળકને છાતી સરસો ચાંપીને ચૂમી ચૂમી ને માતૃત્વ છલકાવતા જોઈ............
પોતાના બાળકને ખિલખિલાટ હસાવવાં માટે રેતી સિમેન્ટ વાળા મેલા હાથ ની આંગળીઓ થી સ્પર્શી ને વ્હાલ વરસાવતા જોઈ........
તંદુરસ્ત બાળક ના એ ખિલખિલાટ માં એક માં ને પણ ખડખડાટ હસતા જોઇ..........
ઉપરથી બધું નિહાળતા અને ઉંચા આસને બેઠેલા ઈશ્વર ને એની ઈર્ષા થતાં જોઈ......
કદાચ ઉપરવાળા ને પણ પોતાના વિતેલા બાળપણ ની યાદ તાજી થતા જોઈ......
જ્યારે એણે એક દીકરા માટે વહેતા માં ના
વાત્સલ્ય ની આ ઝાંખી જોઈ..........
સવાર ના પહોરમાં જ, મે ક્યારેય ધ્યાનમાં ન લેવાતી, આ એક જ ઘટના જોઈ.....
જેમાં,
વરસમાં એકજ વાર આવતા "HUG DAY " ની રોજિંદી ઉજવણી થતાં જોઈ..........
"Happy Hug day".......
નરેશ ગજ્જર