Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પ્રોમિસ ડે... પણ તને શું પ્રોમિસ આપું ? તારા બધા પ્રોમિસ તને આપ્યા વિના પણ હું નિભાવુ જ છું, તને ક્યારેય કોઈ ફરિયાદનો મોકો નહિ આપું, હા, કેટલીક બાબતોમાં મિસ અન્ડર સ્ટેન્ડિંગ થઈ જાય છે અને એના કારણે તને મારા ઉપર ગુસ્સો પણ આવે છે, પરંતુ તારો ગુસ્સો પણ મારી આંખો ઉપર, મારા માટે તું અગત્યની છે, તારો ગુસ્સો નહિ, જ્યારથી તું મને મળી ત્યારથી મેં બસ એજ નક્કી કર્યું છે કે તને ગમતું કરવું, ક્યારેક વધુ ગમતું કરવામાં પણ હું ભૂલો કરી બેસું છું, છતાં એ બધી જ ભૂલોની માફી માંગુ છું, માત્ર પ્રોમિસ ડેના દિવસે જ હું તને કોઈ પ્રોમિસ નથી આપવા માંગતો, તારા કહ્યા વગર ઘણું બધું સમજી જવું એ એક પ્રોમિસ જ છે. તારી નજરમાં જે હું પહેલા હતો અને આજે જે છું એ મારું નિભાવેલું એક પ્રોમિસ જ છે. તારા સિવાય જીવનમાં બીજા કોઈનું ના હોવું પણ એક પ્રોમિસ જ છે. બસ તારા મારી ઉપર રહેલા વિશ્વાસને હું ક્યારેય તોડવા નથી માંગતો, અને એજ પ્રોમિસ જીવનભરનું, શ્વાસ છૂટશે પણ વિશ્વાસ નહીં તૂટે...!!!
મારે તારી પાસેથી કોઈ પ્રોમિસ નથી જોવતું, કારણ કે મારે પણ તને કોઈ વચનોના બંધનમાં નથી બાંધવી, બસ મારા માટે એ પૂરતું છે કે તું મને સમજે છે, મારા પ્રેમને અનુભવે છે, મારી લાગણીની કદર કરે છે !!!
સતત ત્રીજા પ્રોમિસ ડે ઉપર પણ તારો આ શ્યામ એજ છે અને એજ રહેશે... !!!

#કેપ્ટન @શ્યામ
Happy promise day 🍫🍫🍫

Gujarati Blog by Nirav Patel SHYAM : 111340193
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now