*એક વચન* મારી ડાયરી..
૧૧-૨-૨૦૨૦
આવ્યા છો તમે મારી જિંદગમા તો જ બને છે મારી કવિતા
તમારી યાદોથી તો ભરી છે મારી દિલની ડાયરી.
એક વચન આપું છું મારાં ગુરુ મા
જિંદગી ના છેલ્લા ધબકારા સુધી તમને નહીં ભુલુ..
આપણી સત્સંગ ની એક એક ક્ષણ યાદ બની રહે છે સાથે.
તમે ભલે ને દૂર રહ્યા, હું મારા હર ધબકારા સાથે કરું છું તમારી વાતો,
રોજ રોજ મલવાના કરું હું બહાના,
તમે ના મલે તો લાગે દિવસો જાય છે આ જિંદગી ના નક્કામા,
મેહસૂસ કરું તમને મારા અસ્તિત્વ માં.
તમારા આશીર્વાદ ના લીધે જ મારું નામ ગણાય છે બધા લેખકો માં,
જેવી રીતે મીઠાશ પૂરી થાય જુ તમારી સાકરથી,
એવી જ રીતે મારી દિનચર્યા પૂરી થાય તામારા હોંઠોના નિખાલસ હાસ્યથી.
વચન આપું છું દરેક જન્મમાં તમારી જ સેવક બની ને મળીશ.
ભાવના ભટ્ટ અમદાવાદ...