શંકા ના સ્થાને રાખ્યો છે વિશ્વાસ,
ધડકનો ના સ્થાને રાખ્યું છે તારું નામ,
ખૂટ્યા છે આજે કહેવાને શબ્દો,
જ્યાં લીધું છે લાગણીઓ એ શબ્દો નું સ્થાન,
ત્યારે આપું છું એક જ વચન તને,
માણસોની આ વિશાળ દુનિયામાં છે અમર રાધાકૃષ્ણ ના પ્રેમ નું નામ,
ત્યાં મારાં દિલ ની નાની એવી દુનિયા માં,
સદાય જીવંત રહેશે તારાં જ પ્રેમ નું નામ.