............ માર્ગદર્શક કિરણ ......
સ્ત્બ્ધતાની ચાદર
ઓઢીને સુઈ ગયા ચકલા.
પવન હાંફી ગયો ,
સુરજ થાકી ગયો .
ચોમેર નીબીડ અંધકાર ,
ક્યાંય શોર નથી
મીઠો ઉષ્મા સભર
ધ્વની પણ લુપ્ત !
ને મારા અંતરમાં ધસમસી રહ્યું છે
એકલતાનું પુર ,
વિચારની વનરાઈમાં
વિહરતો ,ફસાતો,
અકળાતો હું
શોધી રહ્યો છું
માર્ગદર્શક કિરણ .........
.................