કેટલી સુંદર હોય છે ને બાળકોની દુનિયા... થોડીક ચોકલેટ લઈ આપો, એકાદ રમકડું અને એકાદ સોફ્ટ ટોય એટલે ખુશખુશાલ થઈ જાય...
આજનો ટેડી દિવસ બાળકોના હસતા ચહેરા સાથે પસાર થયો...એમની એ સુંદર, માસૂમ મુસ્કાન જોઈ હું પણ રાજી રાજી થઈ ગઈ... ક્યાંક નવી મળેલી બુક્સ ખોલીને જાણે મોટા પ્રોફેસર કે સાયન્ટિસ્ટ હોય એમ એમાંના ચિત્રો જોતાં ભૂલકાઓ, ક્યાંક મોટી ડેરી મિલ્કની ઈચ્છા પૂરી થતાં ખીલી આવેલી મોટી મુસ્કાન, તો કોઈ સુંદર, બંને ગાલે ખંજનો વાળા ચહેરા પર આજના ટેડી દિવસ પર મળેલો મોટો હાર્ટ શેપનો પિલો જોઈને રચાઈ ગયેલું લાંબુ સ્મિત... બાળકોના સ્મિત આગળ બધી સુંદરતા નક્કામી...🥰
માફ કરશો એમની એ ભૂલકાંઓની સુંદર સ્માઇલ મેં કેમેરામાં કેદ જરૂર કરી છે પણ અહીં શેર નહીં કરી શકું...બાળકોની ચોખ્ખી મનાઈ છે, એમના ફોટા પબ્લિકમાં નહીં મૂકવાના...લો બોલો કાય શીખવવું પડે એવું છે..😁
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏