Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વૃધ્ધ થતા આવડે છે તમને? કે માત્ર ઘરડા થયા છો?*

*તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો?*
*એમને વાર્તાઓ કહો છો?*
*જેટલુ આવડે એટલુ, એમને લેસન કરવામા મદદ કરો છો?*
*એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉમરના થઈ એમની સાથે વાતો કરી શકો છો?*
*એમને નજીકના મંદિરે કે બગીચે લઈ જાઓ છો?*
*એક ચોકલેટ અપાવો છો?*

*તો તમે મીઠાશભર્યા વૃધ્ધ છો.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*તમારા દીકરા ની રાહ જમવામાં જુઓ છો?*
*એની વાતો માં રસ લો છો?*
*એ બિમાર હોય તો એને માથે બામ લગાડો છો?*
*એનુ વિલાયેલું મોં તમને સમજાય જાય છે?*

*તો તમે મજાના વૃધ્ધ છો.*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*તમારી પુત્રવધૂ ને યથાશક્તિ ઘર કે બહારના કામમાં મદદ કરો છો ?*
*ક્યારેક આખું ઘર પાણીપૂરી કે પાઉંભાજી ખાવાનુ હોય ત્યારે તંદુરસ્ત હો તો ખીચડીની માંગ વગર આનંદથી જમી શકો છો?*

*નવા જમાના ની ટીકા વગર પુત્રવધૂ સાથે સંવાદ કરી શકો છો?*

*એને બહાર જવુ હોય તો મોઢું બગાડ્યા વગર બે કલાક ઘરમા રહી શકો છો?*

*તો તમે સરસ વૃધ્ધ છો.*
🌹🌺💐🌻🥀🌷

*બાકી ઘરડા તો ઘર ઘર માં છે!*
*રોદણા રોતા, અસહકાર કરતા,* *જાતજાત ની માંગણીઓ કરતા ને આખા ઘરને* *વખોડતા ,ખાસ અલાયદી રસોઈ કરાવતા,*
*ને સંતાનો પાસે એમને મોટા કર્યાનો ટેક્સ ઉઘરાવ્યા કરતા ઘરડા તો ઘર ઘરમાં છે!!!*
-------------------------------
*🌹વૃધ્ધ એટલે જેમના જ્ઞાન માં વૃધ્ધિ થઇ છે તે.*
*🥀વૃધ્ધ એટલે જેમના અનુભવ માં વૃધ્ધિ થઇ છે તે.*
*🌷વૃધ્ધ એટલે જેમના વાત્સલ્ય માં વૃધ્ધિ થઇ છે તે.*
*🌻વૃધ્ધ એટલે જેમના પ્રેમ માં વૃધ્ધિ થઇ છે તે.*
*🌺વૃધ્ધ એટલે જેમના ભાવ માં વૃધ્ધિ થઇ છે તે.*

*વૃધ્ધ થવું એ આવડત છે.*
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

ઘરડા તો પોતે થઈ જવાય છે.
☹☹☹☹☹☹

*વડીલોને સાદર*
🙏🙏🙏🙏

Gujarati Blog by Kavita Gandhi : 111339564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now