આજે ટેડી ડે છે, પણ મારા માટે તો મારું ટેડી તું જ છે ને ? ટેડીની જેમ જ તને હરદમ જોયા કરું, તું સાંભળે ના તો પણ તારી સાથે વાત કર્યા કરું, ક્યારેક મન થાય તો તારા બદલે ટેડીને હગ પણ કરી શકું, હજુ તને હગ કરવાનો હક નથી મળ્યો, પણ એ કસર મારુ ટેડી જરૂર પૂરું કરે છે, મારા ટેડીને મેં નામ પણ તારું જ આપ્યું છે, હું એની સાથે વાતો કરું છું, એ પણ તારા જેવું જ છે, કઈ જવાબ નથી આપતું, છતાં હું એને ઘણું બધું પૂછતો રહું છું, એની સામે જ અભિવ્યક્ત થતો રહું છું, મારી લાગણીઓ, મારા પ્રેમનું સાક્ષી એ ટેડી જ છે, ભલે બીજા માટે એ ટેડી હોય, પરંતુ મારા માટે તો એ તું છે.
Happy teddy Day
#કેપ્ટન @શ્યામ