Gujarati Quote in Blog by Jignasha Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદો ના ખજાના માંથી એક કિસ્સો 🤗

જયારે નાના હતા ત્યારે પપ્પા ફરવા લઈ જતા ને જયા પણ ટેડી દેખાય ત્યાં નજર અટકી જતી .ટેડી બેર પહેલે થી જ મને ગમતુ અને પપ્પા ને કહેતી મારે લેવુ છે .પણ કોઇ નવી વાતો માં મને પરોવી ટેડી બેર ને લેવાનુ ભૂલાવી દેતાં .ઘણી વાર કોશિશ કરી પણ ટેડી ના દુર થી જ દર્શન થતા .ખબર હતી કે એક વાર તો હું આ લઈને જ રહીશ .

એક વાર પપ્પા ના એક મિત્ર એ આવા સોફ્ટ રમકડાં સિવવાનુ કામ શરૂ કરેલુ અને મને યાદ છે કે પહેલુ જ ટેડી બેર સીવેલુ ને લઈને અમારા ઘરે આવેલા જયારે જતા જતા એમણે મને આપી દીધેલુ એજ દિવસ મારા માટે તો ટેડી ડે હતો ..
જીજ્ઞાશા પટેલ

Gujarati Blog by Jignasha Patel : 111339345
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now