"એક સિક્કો : અમીરી ગરીબીનો"
નથી સંતોષાતી ભુખની બીમારી
એંઠવાડથી ભરી ખચોખચ ખાડી,
બીમાર થયો હું ને ખિચ્ચામાં ગરીબી
જોઇ લો અમીરોની વધતી અમીરી,
નથી હાથમાં તાકાત પેટ પડયું ખાલી
વધતા પેટે તો બેરોજગારી વધારી,
એક પૈસા માટે થયો બેઠો પડીપડી
નથી પૈસો તો રૂપિયા માટે આટલી પડાપડી,
માંડમાંડ ઉભો થયો ને આવી માંદગી
માંદગી આવી ઊભી ને ફરી ગરીબી,
બહુ દોડાદોડ વધી ને હારી જીંદગી
અંતે સમજાયું સિક્કો હતો અમીરી-ગરીબીનો
હતો મજાનો પણ જીંદગી છીનવી ગયો...