તમે બેઠેલી ડાળને જ તોડો ! કાંઈ કહેવાય નહીં ?
તમે કાચમાં ય ખીલીને ખોડો ! કાંઈ કહેવાય નહીં? જગતભર ના ચિંતકો કહી ગયા વાતો ડાહી,
તમે ગધેડા ને કહીદો ઘોડો ! કાંઈ કહેવાય નહીં ?વર્ષોથી સંપેલું કુટુંબ પળવાર માં સળગી ઊઠે,
તમે કયો વાયર ક્યાં જોડો ! કાંઈ કહેવાય નહીં ?નહિતર બીજી જગ્યાએથી એ થી હવા જતી રહેશે, તમે લીધેલો શ્વાસ હવે છોડો ! કાંઈ કહેવાય નહીં ? ને છૂટાછેડાનું કારણ નવવધૂએ કીધું મંડપમાં ,
તમે વરરાજો લાવ્યા મોડો ! કાંઈ કહેવાય નહીં ?
સરકારી આવાસમાં ગયેલા નેતા નો ટકો તૂટયો ,
તમે છીંકયા ને પડ્યો પોડો ! કાંઈ કહેવાય નહીં ? તાળીઓના ગડગડાટ સાથે ઢ' સન્માન થઈ રહ્યું છે,
તમે ગણતા ભલેને કોડો ! કાંઈ કહેવાય નહીં?
-----------
ગૌરાંગ ત્રિવેદી ઢ'
ગોંડલ