Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" મનોમંથન"
ચૈત્ર માસ ની ચૌદસ નો એ દિવસે અગાઉ થી જ નક્કી કર્યા અનુસાર સમસ્ત ધાનાણી પરિવાર નું "કુટુંબ સંમેલન" માતાજીના હવન અને જમણવાર નું આયોજન કરવામાં આવેલ હતું.
નિર્ધારિત દિવસના અગાઉ થી જ બધી જ તૈયારીઓ નાનકડા ગામમાં ચાલી રહી હતી . ધાનાણી પરિવાર ના અન્ય ગામ રહેતા સભ્યો પણ ત્યાં આવવા આતુર હતા ને ગામમાં પણ લોકો આની જોર-શોર થી તૈયારી કરી રહ્યા હતા.
આ બાજુ ધાનાણી કુટુંબમાં નો એક પરિવાર પોતાની અંગત સમસ્યાઓથી જુજતુ હતું. આ વર્ષે વરસાદ ઓછો થયો હતો. ખેતીમાં પણ ખાસ કંઈ થયું ન હતું, તો વળી બંને દિકરા ઓ જુવાન થઈ ગયાં હતા. પણ ક્યાંય સગપણ થતું ન હતું. ઉકાભાઈ - આ પરિવાર ના મોભી ને પણ આ બાબતની ચિંતા હતી પણ તેમના પત્ની રંભા તેમની આ ચિંતા મા ગરકાવ થઈ રહ્યાં હતા, જે ઘરનાં સભ્યોના ધ્યાન માં નહોતું આવતું.

રોજ બહાર થી ખૂશ રહેતા રંભા બેન અંદર થી તૂટી રહ્યાં હતા, પણ ક્યારેય કોઈ ને કશુંક કહેવા ટાળતા જ્યારે ઊકા ભાઈ તો ઘરમાં ઓછા ને બહાર જ વધારે રહેતા હતા. બંને દિકરાઓ પણ કશું કામ કરવા યોગ્ય ન સમજતા બસ માત્ર કોઈ ઘરે કોઈ પ્રસંગે - સારો કે નરસો હોય, ત્યાં પહોંચી જતા અને આમ ને આમ દિવસો જતા .

તે દિવસે (ચૈત્ર માસના ચૌદસ પર) ધાનાણી કુટુંબના સભ્યો માતાજી ના મંદિરે એક્ઠા થયા હતા . હવન ચાલુ હતો અને મોટે-મોટેથી શ્લોકો ના પાઠ અને આરતીના અવાજ થી મંદિર નું વાતાવરણ પવિત્ર બન્યું હતું. બધાં જ એમાં મગ્ન હતા .

અચાનક રંભા બેન પોતાના વિચારોમાં ખોવાઇ ગયા અને ધ્રુજારી અનુભવવા માંડી, અને આજુબાજુ બેઠી સ્ત્રીઓ ની ચીસાચીસ સંભળાય રંભા ને માતાજી આવ્યા. ત્યાં આસપાસ ઉભેલી બેનો નો અવાજ રંભાના કાનમાં અથડાયો હોય કે ખબર નહિ અને તે ઉભા થઈ ને ધુણવા લાગે છે, મોટા મોટા અવાજો કરે છે.

પરંતુ ત્યાં ઉભેલા ધાનાણી પરિવાર ના મોટા ભાગના મોભી ઓ આ વાત નો વિરોધ કરે છે. પરંતુ આસપાસની સ્ત્રીઓ તો તેને માતાજીનો અવતાર માની પગે લાગવાનુ કહે છે .

ત્યાં ધાનાણી કુટુંબના એક પરિવારના મોભી ભીખાબાપા આવી બેનો ને સમજાવે છે કે માઁ તો મંદિર મા હાજશહજુર છે. તમે આવી ખોટી વાત ન કરો, પગે લાગવું હોય તો "માઁ" ને લાગો, આવા ધતિંગ ને નહિ .

અને અંતે પુજા-પાઠ હવન પૂર્ણ થાય છે. અને બધા જમવા જવા એકત્રિત થાય છે અને રંભા એક ખૂણે એકલી-અટૂલી રડતી જોવા મળે છે. . . .

Gujarati Story by Bindu : 111339105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now