Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સ્પર્શ"
  સ્પર્શ શબ્દ કેટલો સુંદર છે. સ્પર્શ એ દિલથી મહેસૂસ થવું પણ એટલું જ જરૂરી છે, જેટલું બાહ્ય વાતાવરણ અનુસાર.
     અદિતિ ને નવી જોબ બાજુના નાનકડા એવા ગામમાં મળેલી તો તે બસમાં અપડાઉન કરતી .આજ બસ થોડી મોડી પડી‌. માટે બેસવાની જગ્યા પણ મળવી મુશ્કેલી હતી . પણ પાછળની સીટ પર ખાલી જગ્યા જોઈ સીધી ત્યાં પહોંચી...
    આહ! કેટલું સુંદર એક હ્રુષ્ટ પુષ્ટ બાળક એની માતા જોડે બેસેલું જોયું .એનું નામ "આરવ" પણ તેની માતા તેને "આરુ" કહીને બોલાવતી હતી .થોડી વાર બાદ "આરુ" અદિતિ તરફ જુએ છે .
     રોજની ટેવ મુજબ આજે પણ અદિતિ નો face full cover હતો એ જોઈ આરવને અજુગતુ લાગે છે. પણ અદિતિ ની આંખો જોઈ વિસ્મય સાથે આરવ સ્મિત પણ આપે છે, તો વળી તેની આંખો નો colour પણ કંઈક ઓર જ હતો. એકદમ સમુદ્ર જેવી આંખો જાણે કે શાંત બ્લુ સમુદ્ર, એનું હાસ્ય પણ કાલુ નિર્મળ. ખૂબ જ હસમુખી અને આનંદી એનો ચહેરો....
     અને વારંવાર અદિતિ નીઆંગળીઓ પકડવા માટે થતો તેનો હાથ નો "સ્પર્શ" એકદમ અદ્ભુત.... અને અદિતિ પોતાની સાથે થયેલા દુઃખ ને બે ઘડી ભૂલી જાય છે.
     ખરેખર આપણે રોજ-બ-રોજ ની ભાગદોડમાં આવી નાની-નાની બાબતોની ખુશીઓ મહેસૂસ કરવાનું તો જાણે ભૂલતા જઈએ છીએ. અદિતિ નો સમય પણ ખુબ સરસ રીતે પસાર થઈ ગયો. છેલ્લે "આરુ" અદિતિ જોડે એટલો  રમવામાં મશગૂલ થઈ ગયો કે સમયનો ખ્યાલ જ ન રહ્યો.
    ખરેખર બાળક એકદમ નિર્દોષ અને નિસ્વાર્થ રીતે આપણી જોડે વર્તે છે તેનામાં જેટલી પવિત્રતા રહેલી હોય એટલે ભાગ્યે જ કોઈ માં હશે ....

Gujarati Story by Bindu : 111339026
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now