તને ચોકલેટ ખૂબ ગમે છે અને એટલે જ હું જ્યારે તને મળું ત્યારે ચોકલેટ લઈને આવું છું. ચોકલેટ તો માત્ર બહાનું છે, ચોકલેટના નામ ઉપર હું તને મીઠાશ આપું છું, એવી મીઠાશ જે હંમેશા સ્વાદની સાથે જીવનમાં પણ ભળતી હોય, આ મીઠાશ કાયમ આવી જ રહે, જ્યારે જ્યારે હું તને મળીશ ચોકલેટ તો આપીશ જ. યાદ છે એક સમયે મેં તને કહ્યું હતું કે જ્યારે આપણે સાથે હોઈશું ત્યારે પણ હું તારા માટે રોજ ચોકલેટ લાવીશ ? એ પ્રોમિસ આજે પણ એવું જ છે. તારા અને મારા વચ્ચેના સંબંધમાં આ ચોકલેટ એક સેતુ જ છે. આ સેતુને ક્યારેય તોડવો નથી, બસ મીઠાશ સાથે પ્રેમ પણ ભેળવતું રહેવું છે.
#કેપ્ટન @શ્યામ
Happy chocolate day 🍫🍫🍫