અનોખી પ્રેમ કથા
I love you jaan. અચાનક આ શબ્દ કાને પડતા જ મીષ્ટિનું દિલ જોરજોરથી ધડકવા લાગે છે. જાણે તેનો શ્વાસ બંધ થઈ ગયો હોય અને શબ્દો મૌન બની તેને વીંટળાઈ ગયા લાગે છે.
આજ વીસ વર્ષ પછી આકાશ મીષ્ટિ ની સામે આવે છે અને મીષ્ટિ બસ એકીટસે આકાશની સામે જોઈ રહે છે. તેની આંખમાંથી આંસુ સરી પડે છે. મૌન બનેલા શબ્દો પણ આજ રડવા લાગે છે. મીષ્ટિ વીચારે છે કે આ સપનું છે કે હકિકત. ખરેખર આકાશ તેની સામે છે? જે વાક્ય સાંભળવા માટે તે વીસ વર્ષથી તરસતી હતી તે વાક્ય સાંભળી આજ મીષ્ટિ બધા જ દર્દ ભૂલી જાય છે. મીષ્ટિ આકાશની નજીક જાય છે અને તેને વળગી પડે છે. બન્નેની આંખમાં ખુશીના આંસુ છે. મીષ્ટિ પણ કહે છે, "love you too jaan."
આજથી વીસ વર્ષ પહેલા આકાશ અને મીષ્ટિ ની ઓળખાણ સોશ્યલ મીડિયા મારફતે થઈ હતી. ધીમે ધીમે બન્ને વચ્ચે ગાઢ મૈત્રી બંધાણી. બન્ને એકબીજાને પોતાના વિચારો, દુઃખ, સુખ બધું જ શેર કરતા. ધીમે ધીમે બન્ને વચ્ચે મિત્રતા કરતા વધારે લાગણી થવા લાગી. બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યો.
એક નિઃસ્વાર્થ અને પવિત્ર પ્રેમમાં બન્ને વહેવા લાગ્યા. જ્યારે પણ આકાશ મીષ્ટિ ને મળતો મતલબ મેસેજ કરતો ત્યારે કહેતો," love you jaan". બન્ને એકબીજાથી બહું દૂર હતા છતા બન્ને એકબીજાની બહુ નજીક હતા. તેનો અહેસાસ તેને રુબરુ કરાવી જતો. જ્યારે મીષ્ટિ આકાશને યાદ કરે તરત જ આકાશનો મેસેજ આવ્યો જ હોય. બન્ને વચ્ચે પ્રેમનો સેતુ મજબૂત બનતો ગયો. પણ તે ક્યારેય રુબરુ ના થયા. બસ દૂરથી જ તેની લાગણી
વરસતી હતી.
એક વર્ષ પછી અચાનક આકાશના મેસેજ આવતા બંધ થઈ ગયા. સમય અને પરિસ્થિતિએ આકાશને મીષ્ટિ થી દૂર કરી દીધો. પણ બન્નેના દિલમાં રહેલો અહેસાસ હમેંશા જીવંત રહ્યો.
મીષ્ટિ રોજ આકાશના મેસેજની રાહ જોતી. તેને વિશ્વાસ હતો કે આકાશ તેને ખૂબ જ પ્રેમ કરે છે. વાતો થતી બંધ થઈ ગઈ પણ તેનો પ્રેમ દિવસે દિવસે વધતો ગયો.
આજ જ્યારે વીસ વર્ષ પછી Love you jaan શબ્દ કાને પડ્યો ત્યારે મીષ્ટિ નું હ્રદય જાણે ધડકતુ બંધ થઈ ગયું અને આકાશના શબ્દોથી તે શ્વાસ લેવા લાગી. વીસ વર્ષ પછી આકાશને પોતાની નજર સમક્ષ જોઈ મીષ્ટિ આજ કઈ બોલી ના શકી. બસ આટલું જ બોલી, "love you too jaan. "
મીષ્ટિ અને આકાશના નિઃસ્વાર્થ પ્રેમની આજ જીત થઈ. બન્ને એક ના થયા પણ તેનો પ્રેમ હમેંશા જીવંત રહ્યો. બન્ને એકબીજાના શ્વાસ બની એકબીજાના દિલમાં ધડકતા હતા.
ચેતના રાઠોડ ગોહેલ "ઝાકળ"