બોલ મારા અહેસાસને ચાહી શકીશ? હું તારી બાજુમાં કે તારી સાથે તો નહીં હોઉં... પણ મારા ધબકારને તું સાંભળી શકીશ? મિલો દૂર છે આપણી વચ્ચેનું અંતર... શું તું છતાંપણ મને મહેસૂસ કરી શકીશ? મારા દીલના એક ખૂણે તું મહેફુસ છે... શું તું કાયમ ત્યાં રહી શકીશ? તું કંટાળીને જતો તો નહીં રહે ને... મારા દીલ સિવાય તને રાખવા મારી પાસે કોઈ જ ઠેકાણું નથી.. કાનુ, તું અને હું તો અતર માફક છીએ, બસ પીસાતું જવાનું અને સુવાસ ફેલાવતા જવાનું!
- નિપા જોશી શીલુ