કશું જ કહેવું નથી,
છતાં બધું જ
કહી દઉં છું...
જ્યાં તું વળે,
તે વળાંક પર
વળી જઉં છું...
તારા ની સાક્ષી,
હું તુજ ને મારો
ચંદ્રમા બનાવી દઉં છું...
મેધ મહી વાદળી,
બની હું તુજ પર
વરસી જઉં છું...
દુનિયા ના સેંકડો રંગ,
છોડી એક તારા રંગે
રંગાઇ જાઉં છું...
આવો તે કેવો જાદુ,
તારો જાદુગર
હું ખુદ ને તુજ પર
હારી જાઉં છું...
હીમાશ્રી...
"રાધું"
#my_words ...