Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમીઓના દિવસોની સિઝન ચાલુ થઈ ગઈ છે, હું મારા રૂટિન મુજબ એક્ટિવા પર જતી હતી, એક મજદૂર યુગલ 80ના જમાનાની બાઇક પર, 2020ના જમાનામાં રિવાજ કહેવાય એમ માજીએ દાદાના ખભે હાથ રાખ્યો હતો, ને દાદા પણ માજી માંડ બેસતા શીખ્યા હશે, એવી દરકારથી એકદમ ધીમી ગતિએ ગાડી હાંકતા હતા, ખભે રાખેલા એ હાથમાં સાચો પ્રેમ પરિપૂર્ણ થયેલો વર્તાતો હતો. સાચા વેલેન્ટાઈન સંતો મને એ લાગ્યા. જમાનાની ધૂળ ફાકી ઘરડા થયેલા ને કરચલી પડેલા હાથ ને એકબીજાની દરકાર... એમને ક્યાં કહેવાની જરૂર રહે છે  will u be my velentain...... આખો મહિનો મારી નજર સમક્ષ ઉભો થઇ ગયો. બધા દિવસો એ એક પળમાં ઉજવાઈ ગયા.... Happy februari all of u.....

Gujarati Shayri by HINA DASA : 111337788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now