દુનિયામાં સૌથી અઘરું કામ છે બે વાતો કહેવામાં, તારી સાથે રહેવું છે અને હવે આપણે સાથે નહી રહીએ. ગમે એટલી તૈયારીઓ કરી લઈયેને, જે કહેવું છે એ નથી જ કહી શકાતું. અને પછી?, પછી પરિસ્થિતિ નું રમકડું બની ને જે થાય છે એ જોયા કરવાનું અને જીવ્યા કરવાનું. બન્ને વાતોમાં સ્થિતિ તો સરખી જ હોય છે વ્યક્તિની કેમ કે જ્યારે એવું કહેવું હોય છે કે તારી સાથે રહેવું છે ત્યારે હિંમત નથી થતી કહેવાની એવો ડર રહે છે કે એ વ્યક્તિને હંમેશા માટે ખોય બેસીશ તો??અને જ્યારે એ કહેવું છે કે હવે તારી સાથે નથી રહેવું ત્યારે કોઈ ડર નથી હોતો કેમ કે ત્યારે વ્યક્તિ ગુસ્સામાં નક્કી કરી લે છે કે મારે આજ કરવું છે અને પછી એ કઈ પરિસ્થતિ નથી જોતો કે શું સાચું છે અને શું ખોટું,અને આ બન્ને વચ્ચેનો જે તબક્કો હોય છે જ્યારે બન્ને સાથે હોય છે ત્યારે પણ વ્યક્તિને જે કહેવું હોય એ ખુલી અને નથી કહી શકતો,પછી જ્યારે અલગ થાય છે ત્યારે અફસોસ થતો હોય છે કે આ બધી વાતો જે મારા મન માં હતી એનો ખુલાસો કરી લીધો હોત તો વધારે સારું હોત એને હું અત્યારે આવી પરિસ્થિતિ માં ના હોત....